લક્ષ્ય પહેલી ગેમ હાર્યા પછી કમબૅક કરીને બીજી બે ગેમ જીત્યો
લક્ષ્ય સેન
ભારતના બાવીસ વર્ષના બૅડ્મિન્ટન પ્લેયર લક્ષ્ય સેને ઑલિમ્પિક્સની સેમી ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. આજ સુધી ભારતનો એકેય પુરુષ બૅડ્મિન્ટન પ્લેયર ઑલિમ્પિક્સની સેમી ફાઇનલમાં પહોંચી નથી શક્યો. લક્ષ્યએ ગઈ કાલે જગતમાં બારમો ક્રમાંક ધરાવતા ચાઇનીઝ તાઇપેઇના ચોઉ ટીએન-ચેનને ક્વૉર્ટર ફાઇનલમાં ૧૯-૨૧, ૨૧-૧૫, ૨૧-૧૨થી હરાવ્યો હતો. લક્ષ્ય પહેલી ગેમ હાર્યા પછી કમબૅક કરીને બીજી બે ગેમ જીત્યો એ તેના વિજયનું નોંધપાત્ર પાસું હતું.


