આયરલૅન્ડને ૨-૦થી હરાવ્યું, હવે ઑસ્ટ્રેલિયા સામે મુકાબલો
પેનલ્ટી સ્ટ્રોકથી ગોલ કરતો ભારતીય કૅપ્ટન હરમનપ્રીત સિંહ
પ્રથમ બે મૅચમાં ઘણી ભૂલ કરનાર ભારતીય હૉકી ટીમે ગઈ કાલે પૂલ-Bની ત્રીજી મૅચમાં હાફ-ટાઇમ સુધી આયરલૅન્ડ પર સંપૂર્ણ દબાણ જાળવી રાખ્યું હતું. કૅપ્ટન હરમનપ્રીત સિંહે ૧૧મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક પર પહેલો અને ૧૯મી મિનિટે પેનલ્ટી કૉર્નર પર બીજો ગોલ કર્યો હતો. તેની સાથે ગોલકીપર પીઆર શ્રીજેશના શાનદાર પ્રદર્શનથી વિરોધી ટીમને એક પણ ગોલ કરવા ન દીધો અને ભારતીય પુરુષ ટીમે પૅરિસ ઑલિમ્પિક્સમાં તેનું અજેય અભિયાન જાળવી રાખ્યું હતું.
ADVERTISEMENT
રાહુલ દ્રવિડે ભારતીય હૉકી ટીમ માટે મેસેજ લખ્યો, ‘ચક દે ઇન્ડિયા’
આયરલૅન્ડ સામે ૨-૦થી જીતનાર ભારતીય ટીમ હવે બીજી ઑગસ્ટે ઑસ્ટ્રેલિયા સામે ટકરાશે.

