પી.વી. સિંધુને હરાવીને બહાર કરનાર હી બિંગ જિયાઓએ ફાઇનલમાં હારવા છતાં કેવી રીતે જીત્યાં લાખોનાં દિલ?
હી બિંગ જિયાઓ
પી.વી. સિંધુને હરાવીને મેડલની રેસમાંથી બહાર કરનાર ચીનની હી બિંગ જિયાઓ બૅડ્મિન્ટનની ફાઇનલમાં સાઉથ કોરિયાની ખેલાડી સામે હારી ગઈ હતી. ફાઇનલમાં હાર્યા બાદ જ્યારે તેને પોડિયમ પર સિલ્વર મેડલ મળ્યો ત્યારે તેણે નાની સ્પૅનિશ ફ્લૅગવાળી પિન તેના હાથમાં રાખી હતી. સ્પેનની ખેલાડી કૅરોલિના મારિન સેમી ફાઇનલમાં તેની સામે લીડમાં હતી, પરંતુ ઘૂંટણની ઈજાને કારણે તેણે મૅચ છોડી દીધી હતી. સ્પૅનિશ ખેલાડી મૅચમાંથી ખસી જતાં હી બિંગ જિયાઓને ફાઇનલમાં સ્થાન મળ્યું હતું. પોડિયમ પર ‘સ્પેન’ લઈ જઈને તેણે સ્પૅનિશ ખેલાડીને પણ આ જીતની હકદાર ગણાવી હતી.

