ક્યુબાની કુસ્તીબાજ બે મૅચ હારવા છતાં લઈ ગઈ સિલ્વર મેડલ
વિજેતા
પૅરિસ ઑલિમ્પિક્સમાં વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કર્યા બાદ મહિલાઓની ૫૦ કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કુસ્તી ઇવેન્ટની ફાઇનલમાં અમેરિકાની સારા હિલ્ડબ્રૅન્ટની સામે ક્યુબાની કુસ્તીબાજ યુસ્નીલિસ ગુઝમાનને ફાઇનલ રમવાની તક મળી હતી. જોકે ફાઇનલમાં ૩-૦થી જીત મેળવીને અમેરિકાની કુસ્તીબાજ ગોલ્ડ મેડલ જીતી હતી.
સેમી ફાઇનલમાં વિનેશ ફોગાટ સામે હારનાર ક્યુબાની કુસ્તીબાજ ફાઇનલમાં પણ હારી, પરંતુ સિલ્વર મેડલ જીતી ગઈ હતી. એક દિવસમાં સતત ત્રણ મૅચ જીત્યા બાદ ૧૦૦ ગ્રામ વજન વધારે હોવાથી ભારતીય કુસ્તીબાજની પહેલો ઑલિમ્પિક મેડલ જીતવાની તક તેની પાસેથી છીનવી લેવામાં આવી હતી.


