બિહારમાં આયોજિત એશિયા કપમાં આજે ગ્રુપ-Aની ટીમો વચ્ચે મૅચ રમાશે. પહેલી મૅચ ચીન-કઝાખસ્તાન અને બીજી ભારત-જપાન વચ્ચે રમાશે. ચીન-કઝાખસ્તાન પોતાની પહેલી જીતની શોધમાં છે. ભારત અને જપાન સામે પોતાનું વિજયી-અભિયાન જાળવી રાખવાનો પડકાર રહેશે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
બિહારમાં આયોજિત એશિયા કપમાં આજે ગ્રુપ-Aની ટીમો વચ્ચે મૅચ રમાશે. પહેલી મૅચ ચીન-કઝાખસ્તાન અને બીજી ભારત-જપાન વચ્ચે રમાશે. ચીન-કઝાખસ્તાન પોતાની પહેલી જીતની શોધમાં છે. ભારત અને જપાન સામે પોતાનું વિજયી-અભિયાન જાળવી રાખવાનો પડકાર રહેશે.
આંકડા અનુસાર ભારત-જપાન મેન્સ ટીમ વચ્ચે ૯૧ મૅચ રમાઈ છે જેમાંથી ભારત ૮૧ અને જપાન ૬ મૅચ જીત્યું છે. જ્યારે ચાર મૅચ ડ્રૉ રહી છે. બન્ને ટીમ છેલ્લે એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી 2024માં એકબીજા સામે રમી હતી.
હૉકી એશિયા કપના બીજા દિવસની મૅચનાં રિઝલ્ટ
- બંગલાદેશ ૮-૩થી ચાઇનીઝ ટાઇપે સામે જીત્યું
- મલેશિયા ૪-૧થી સાઉથ કોરિયા સામે જીત્યું
જુનિયર વર્લ્ડ કપ માટે ભારત આવશે પાકિસ્તાની ટીમ : હૉકી ઇન્ડિયા
ઇન્ટરનૅશનલ હૉકી ફેડરેશનનો FIH જુનિયર વર્લ્ડ કપ આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં ચેન્નઈ અને મદુરાઈમાં યોજાવાનો છે, જેમાં ભાગ લેવા માટે પાકિસ્તાનની જુનિયર હૉકી ટીમે પુષ્ટિ કરી છે. હૉકી ઇન્ડિયાના સેક્રેટરી જનરલ ભોલાનાથ સિંહે ગઈ કાલે આ વાતની જાહેરાત કરી છે. હાલમાં ભારતમાં આયોજિત હૉકી એશિયા કપ 2025માંથી ખસી ગયેલી પાકિસ્તાનની મેન્સ સિનિયર હૉકી ટીમ આગામી હૉકી પ્રો લીગ દરમ્યાન ભારત આવશે એની સંભાવના છે.