સોશ્યલ મીડિયા પર જણાવ્યું કે મારા પગના સ્નાયુઓમાં સમસ્યા હોવાથી કોઈ ઈજા ન થાય એ માટે મેં આરામ કરવાનો નિર્ણય લીધો છે
નીરજ ચોપડા
જૅવલિન થ્રોમાં ઑલિમ્પિક્સ ગોલ્ડ વિજેતા નીરજ ચોપડાએ હાલમાં જ દોહા ડાયમન્ડ લીગમાં સિલ્વર મેડલ અને ભુવનેશ્વરમાં ફેડરેશન કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૮ મેએ તે ચેક ગણરાજ્યમાં યોજાનારી ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક ૨૦૨૪ ઍથ્લેટિક્સ મીટમાં ભાગ લઈને વધુ એક મેડલ જીતવાની તૈયારીમાં હતો, પણ ટુર્નામેન્ટના બે દિવસ પહેલાં તેણે પોતાનું નામ પરત ખેંચી લીધું છે.
પૅરિસ ઑલિમ્પિક્સના બે મહિના પહેલાં નીરજ ચોપડાના આ નિર્ણયને કારણે તેના ઈજાગ્રસ્ત હોવાના સમાચાર ફરતા થયા હતા, પરંતુ તેણે સોશ્યલ મીડિયા પર જણાવ્યું કે મારા પગના સ્નાયુઓમાં સમસ્યા હોવાથી કોઈ ઈજા ન થાય એ માટે મેં આરામ કરવાનો નિર્ણય લીધો છે કારણ કે ઑલિમ્પિક્સ વર્ષમાં કોઈ જોખમ નથી લેવા માગતો. ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક ૨૦૨૪માં નીરજ ચોપડા ગેસ્ટ તરીકે હાજર રહેશે.