Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સ્વિટ‍્ઝરલૅન્ડે નીરજ ચોપડાનું કર્યું બહુમાન

સ્વિટ‍્ઝરલૅન્ડે નીરજ ચોપડાનું કર્યું બહુમાન

05 September, 2023 04:11 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્વિટ‍્ઝરલૅન્ડે નીરજ ચોપડાનું કર્યું બહુમાન, હરમીત સહિતની ટીમે એશિયન બ્રૉન્ઝ પાકો કર્યો અને અન્ય સ્પોર્ટ્સ સમાચાર

 નીરજ ચોપડા

નીરજ ચોપડા


સ્વિટ‍્ઝરલૅન્ડે નીરજ ચોપડાનું કર્યું બહુમાન


સ્વિટ‍્ઝરલૅન્ડ ટૂરિઝમ વિભાગે એના ‘ફ્રેન્ડશિપ ઍમ્બૅસૅડર’ અને ભાલાફેંકના નવા વર્લ્ડ ચૅમ્પિયન તથા ઑલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડાનું બહુમાન કર્યું હતું. પચીસ વર્ષનો નીરજ આ બન્ને મોટા ગોલ્ડ મેડલ ધરાવનાર વિશ્વનો ત્રીજો ઍથ્લીટ છે. નીરજે તાજેતરમાં સ્વિટ‍્ઝરલૅન્ડના પ્રવાસમાં સ્કાય-ડાઇવિંગ, કૅન્યન જમ્પિંગ, જેટ બોટિંગ તેમ જ પૅરાગ્લાઇડિંગ તથા ઝર્મોટ લૅન્ડસ્કેપ પરના હેલિકૉપ્ટર પ્રવાસ જેવાં સાહસનો અદ‍્ભુત અનુભવ માણ્યો હતો.હરમીત સહિતની ટીમે એશિયન બ્રૉન્ઝ પાકો કર્યો


સાઉથ આફ્રિકામાં ચાલી રહેલી ટેબલ ટેનિસની એશિયન ચૅમ્પિયનશિપ્સમાં ભારતીય ટીમે ગઈ કાલે સિંગાપોરને ૩-૦થી હરાવીને ઓછામાં ઓછો બ્રૉન્ઝ મેડલ પાકો કરી લીધો હતો. ભારતીય ટીમમાં શરથ કમલ, જી. સાથિયાન અને સુરતના હરમીત દેસાઈનો સમાવેશ છે. હરમીતે ઝે ક્લેરેન્સ સામે ૧૧-૯, ૧૧-૪, ૧૧-૬થી, શરથે આઇઝેક ક્વેક સામે ૧૧-૧, ૧૦-૧૨, ૧૧-૮, ૧૧-૧૩, ૧૪-૧૨થી અને સાથિયાને યેવ પેન્ગને ૧૧-૬, ૧૧-૮, ૧૨-૧૦થી હરાવ્યો હતો.

ઝહીર અને  રહાણેને કોચિંગ આપનાર વિદ્યાધર પરાડકરનું નિધન


ઝહીર ખાન, અજિંક્ય રહાણે અને પ્રવીણ તામ્બે સહિતના સ્ટાર ક્રિકેટર્સને કરીઅરના કોઈ ને કોઈ તબક્કે કોચિંગ આપીને તેમને પર્ફોર્મન્સમાં સુધારો લાવવામાં મદદરૂપ થનાર કોચ વિદ્યાધર પરાડકરનું રવિવારે લૅમિંગ્ટન રોડ ખાતે તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ ૭૭ વર્ષના હતા. મુંબઈનાં મેદાનો પર આશાસ્પદ અને ઊગતા ક્રિકેટર્સને કોચિંગ આપવા માટે જાણીતા પરાડકર ‘વિદ્યાસર’ તરીકે જાણીતા હતા. તેમણે અસ્વસ્થ હોવા છતાં યુવાનોને ક્રિકેટની તાલીમ આપવાનું ચાલુ રાખ્યું હતું.

જૉકોવિચ ૧૩મી વાર યુએસની ક્વૉર્ટરમાં

વર્લ્ડ નંબર-ટૂ સર્બિયાનો નોવાક જૉકોવિચ રવિવારે યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં ક્રોએશિયાના બોર્ના ગૉયો સામે આસાનીથી જીતી ગયો હતો. જૉકોવિચે તેને ૬-૨, ૭-૫, ૬-૪થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જૉકોવિચની યુએસ ઓપનમાં આ ૧૩મી ક્વૉર્ટર ફાઇનલ છે. માત્ર જિમી કૉનર્સ ૧૭ ક્વૉર્ટર ફાઇનલના રેકૉર્ડ સાથે તેનાથી આગળ છે.

જૉકોવિચ ૨૪મા ગ્રૅન્ડ સ્લૅમ માટે લડી રહ્યો છે. ક્વૉર્ટરમાં તેનો મુકાબલો ટેલર ફ્રિટ‍્ઝ સાથે થશે. ફ્રિટ‍્ઝ ક્વૉર્ટરમાં પહોંચેલા ત્રણમાંનો એક અમેરિકન છે. તેણે ચોથા રાઉન્ડમાં સ્વિસ ખેલાડી ડોમિનિક સ્ટ્રિકરને ૭-૨, ૬-૪, ૬-૪થી હરાવ્યો હતો. અમેરિકાના ફ્રાન્સિસ ટાયફો અને બેન શેલ્ટન પણ ક્વૉર્ટરમાં પહોંચી ગયા છે.

ચોથા રાઉન્ડમાં વર્લ્ડ નંબર-વન કાર્લોસ અલ્કારાઝનો સામનો વિશ્વના ૬૧મા ક્રમના ઇટલીના ખેલાડી મૅટીઓ અર્નાલ્ડી સામે થવાનો હતો.

લાહોરમાં આજે શ્રીલંકા-અફઘાનિસ્તાનની ટક્કર

શ્રીલંકા છેલ્લી ૧૧ વન-ડે જીત્યું છે, પણ આજે અફઘાનિસ્તાન મોટા માર્જિનથી જીતશે તો શનાકાની ટીમ થશે આઉટ ઃ ૨૦૦૯માં લાહોરના ગદાફી સ્ટેડિયમની નજીક શ્રીલંકન ટીમ પર ટેરર અટૅક થયેલો

શ્રીલંકામાં ભારત, પાકિસ્તાન અને નેપાલના ખેલાડીઓએ વરસાદને કારણે એશિયા કપ દરમ્યાન ઘણી મુશ્કેલી સહન કરવી પડી, પરંતુ સહ-યજમાન દેશ શ્રીલંકાની ટીમ આજે મુખ્ય યજમાન પાકિસ્તાનના લાહોરના ગદાફી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે મહત્ત્વની મૅચ રમવાનું છે.
લાહોરના આ સ્ટેડિયમની નજીક ૨૦૦૯માં શ્રીલંકન ટીમ પર આતંકવાદી હુમલો થયો હતો જેમાં કેટલાક શ્રીલંકન પ્લેયર્સ ઘાયલ થયા હતા.
શ્રીલંકા છેલ્લી લાગલગાટ ૧૧ વન-ડે જીત્યું છે, પરંતુ જો આજે અફઘાનિસ્તાન એની સામે મોટા માર્જિનથી જીતો તો શ્રીલંકાએ એશિયા કપમાંથી હાથ ધોઈ નાખવા પડશે. ઉદાહરણ તરીકે અફઘાનિસ્તાને પ્રથમ બૅટિંગમાં જો ૨૭૫ રન બનાવ્યા હશે તો એણે ઓછામાં ઓછા ૬૮ રનના માર્જિનથી જીત મેળyવી પડશે અને કોઈ પણ ટાર્ગેટ ૩૫ કે ઓછી ઓવરમાં મેળવવો પડશે. શ્રીલંકાના ખેલાડીઓ લંકા પ્રીમિયર લીગમાં રનની આતશબાજી કરીને આવ્યા છે અને લાહોરમાં આજે પ્રથમ બૅટિંગ આવતાં મોટો સ્કોર 
(૩૦૦-પ્લસ) કરવાનો મોકો તેઓ નહીં ગુમાવે. લાહોરમાં હવામાન ગરમ અને ભેજવાળું છે અને બપોરે ૩૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે તો એ સાંજે ઘટીને ૨૬ થઈ શકે.

 

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2023 04:11 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK