Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મેન્સ હૉકીમાં ભારતે આજે જપાન સામે જીતીને આબરૂ બચાવવી પડશે

મેન્સ હૉકીમાં ભારતે આજે જપાન સામે જીતીને આબરૂ બચાવવી પડશે

26 January, 2023 04:31 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો ભારત હારી જશે તો પછીથી ૧૩મા-૧૬મા સ્થાન માટે મૅચ રમાશે

મેન્સ હૉકીમાં ભારતે આજે જપાન સામે જીતીને આબરૂ બચાવવી પડશે Men`s Hockey World Cup

મેન્સ હૉકીમાં ભારતે આજે જપાન સામે જીતીને આબરૂ બચાવવી પડશે


ઑલિમ્પિક્સમાં મેન્સ હૉકીના સૌથી વધુ આઠ ગોલ્ડ મેડલ અને ૧૯૭૫નો વર્લ્ડ કપ જીતનાર ભારત માટે મેન્સ હૉકીમાં અત્યારે કપરો કાળ ચાલી રહ્યો છે અને એમાં હરમનપ્રીત સિંહના સુકાનમાં આજે ભારતીય ટીમે દેશની આબરૂ બચાવવા એશિયન ચૅમ્પિયન જપાનને હરાવવું જ પડશે. રુરકેલા/ભુવનેશ્વરના વર્લ્ડ કપમાં ફાઇનલની રેસની બહાર થઈ ગયેલા ભારતનો આજે જપાન સામે નવમા સ્થાન માટે મુકાબલો છે. આ મૅચ જીતનાર ટીમ નવમા સ્થાને રહેશે. જો ભારત હારી જશે તો પછીથી ૧૩મા-૧૬મા સ્થાન માટે મૅચ રમાશે. વર્લ્ડ કપમાં ભારતનો સૌથી ખરાબ પર્ફોર્મન્સ ૧૯૮૬માં હતો, જેમાં ભારત ૧૨મા સ્થાને રહ્યું હતું. જોકે આજની હાર ભારતને ૧૩મા કે ૧૬મા સ્થાને પહોંચવા મજબૂર કરશે અને એ ભારત માટે સૌથી ખરાબ બાબત ગણાશે. ઑસ્ટ્રેલિયા, ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેલ્જિયમ, જર્મની સેમીમાં પહોંચ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2023 04:31 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK