જોઈ લો મારી પાસે કેટલા મેડલ છે
મનુ ભાકર
ભારતની યુવા શૂટર મનુ ભાકરે ગયા મહિને પૅરિસ ઑલિમ્પિક્સમાં તેના ઐતિહાસિક પ્રદર્શન દ્વારા દેશને ગૌરવાન્વિત કર્યો હતો અને ૧૦ મીટર ઍર પિસ્ટલ અને ૧૦ મીટર ઍર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બે બ્રૉન્ઝ મેડલ મેળવ્યા હતા. મનુ ભાકરને ગયા થોડા સમયથી ટ્રોલ કરવામાં આવતી હતી કે તે દરેક જગ્યાએ તેના મેડલ લઈને જાય છે. આથી તેણે પોતાના સોશ્યલ મીડિયા પર એક ફોટોગ્રાફ શૅર કર્યો છે, જેમાં તે તેના જીવનમાં જીતેલા તમામ મેડલોને ગર્વથી બતાવી રહી છે. એમાં તેણે પોતાની શૂટર બનવાની જર્ની પણ શૅર કરતાં લખ્યું છે કે ભારત માટે ગોલ્ડ મેડલ લાવવાનું તેનું આજે પણ સપનું છે.