Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > બે વખત એશિયન ગેમ્સ ફાઇનલમાં પહોંચનાર પહેલી ભારતીય મહિલા બૉક્સર બની લવલીના

બે વખત એશિયન ગેમ્સ ફાઇનલમાં પહોંચનાર પહેલી ભારતીય મહિલા બૉક્સર બની લવલીના

Published : 01 October, 2026 12:36 PM | IST | Assam
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આસામની ૨૮ વર્ષની લવલીના બોર્ગોહેને બે એશિયન ગેમ્સની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બૉક્સર બનીને ઇતિહાસ રચ્યો છે

લવલીના

લવલીના


આસામની ૨૮ વર્ષની લવલીના બોર્ગોહેને બે એશિયન ગેમ્સની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બૉક્સર બનીને ઇતિહાસ રચ્યો છે. ગઈ કાલે લવલીનાએ મહિલાઓની ૭૫ કિલો કૅટેગરીની સેમી ફાઇનલમાં કઝાકિસ્તાનની હરીફને ૩-૨થી હરાવી હતી.
એશિયન ગેમ્સ 2022માં સિલ્વર મેડલ જીત્યા પછી લવલીના હવે બે ઑક્ટોબરે ગોલ્ડ મેડલ માટે સ્પર્ધા કરશે. આવતી કાલે જ અંકુશ પંઘાલ અને પરવીન હૂડા પણ બૉક્સિંગ ફાઇનલ રમશે. ત્રણેયે ઓછામાં ઓછો સિલ્વર મેડલ પાક્કો કર્યો છે. 

પ્રિયા અને કપિલે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો
પ્રિયા ઘંઘાસે મહિલાઓની ૬૦ કિલો કૅટેગરીમાં અને કપિલ પોખરિયાએ પુરુષોની ૯૦ કિલો બૉક્સિંગ સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે. સેમી-ફાઇનલમાં પ્રિયા ઘંઘાસને ચીનની હરીફ સામે અને કપિલ પોખરિયાને ઉઝબેકિસ્તાનના હરીફ સામે ૧-૪થી હારનો સામનો કરવો પડ્યો હતો. 
કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ગોલ્ડ જીતનાર હરિયાણાની ૨૦ વર્ષની પ્રિયા ઘંઘાસે પહેલી વખત એશિયન ગેમ્સનો મેડલ જીત્યો છે. ઉત્તરાખંડના ૨૮ વર્ષના કપિલ પોખરિયાએ ઇન્ટરનૅશનલ લેવલ પર પહેલી વખત મેડલ મેળવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 12:36 PM IST | Assam | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK