મહિલા કબડ્ડી સ્પર્ધા દ્વારા આ ખેલ મહોત્સવની વિધિવત્ શરૂઆત થઈ હતી

ઈશાન મુંબઈમાં ‘ખાસદાર ખેલ મહોત્સવ ૨૦૨૩’નો ભવ્ય શુભારંભ
‘ખેલો ઇન્ડિયા’ કાર્યક્રમની પાર્શ્વભૂમિના આધારે ઈશાન મુંબઈના સંસદસભ્ય મનોજ કોટકની સંકલ્પનાથી ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ઈશાન મુંબઈમાં ‘ખાસદાર ખેલ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે જેનો ભવ્ય શુભારંભ રવિવારે સાંજે ભાંડુપ-વેસ્ટના કોંકણ નગરમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયી મેદાનમાં કરવામાં આવ્યો છે. આ પ્રસંગે અર્જુન અવૉર્ડ વિજેતા ફ્રી-સ્ટાઇલ કુસ્તીબાજ દિવ્યા કાકરાન તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા. મહિલા કબડ્ડી સ્પર્ધા દ્વારા આ ખેલ મહોત્સવની વિધિવત્ શરૂઆત થઈ હતી. ‘ખાસદાર ખેલ મહોત્સવ’માં ક્રિકેટ, કબડ્ડી, ખો-ખો, બાસ્કેટબૉલ, વૉલીબૉલ, ફુટબૉલ, બૉડીબિલ્ડિંગ, ગોળાફેંક, બૅડ્મિન્ટન, કુસ્તી, રાઇફલ શૂટિંગ, કિક બૉક્સિંગ, ટેબલ ટેનિસ, ડિસ્ક થ્રો, સાઇક્લિંગ, કરાટે, મલ્લખંભ, સ્કેટિંગ સહિતની અનેક રમતો તથા અન્ય હરીફાઈઓનો સમાવેશ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ખાસદાર ખેલ મહોત્સવ’ માટે શુભેચ્છા આપતો પત્ર પાઠવ્યો છે. ઈશાન્ય મુંબઈ ‘ખાસદાર ખેલ મહોત્સવ’માં ભાગ લેવા માટે ૮૮૨૮૭૮૦૩૦૪ નંબર પર સંપર્ક કરી શકાશે.