Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > કૅરોલિના મુચોવા અને જેકબ મેન્સિકની જોડી યુએસ ઓપનમાં મિક્સ્ડ ડબલ્સની ચૅમ્પિયન બની

કૅરોલિના મુચોવા અને જેકબ મેન્સિકની જોડી યુએસ ઓપનમાં મિક્સ્ડ ડબલ્સની ચૅમ્પિયન બની

Published : 28 August, 2026 10:38 AM | IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચેક રિપબ્લિકની કૅરોલિના મુચોવા અને જેકબ મેન્સિકે પ્રથમ વખત સાથે રમતાં યુએસ ઓપન મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો. ફાઇનલમાં તેમણે બેલિન્ડા બેન્સિક અને ફ્લેવિયો કોબોલીને હરાવ્યાં.

કૅરોલિના મુચોવા અને જેકબ મેન્સિક

કૅરોલિના મુચોવા અને જેકબ મેન્સિક


કૅરોલિના મુચોવા અને જેકબ મેન્સિકની જોડી એક ટીમ તરીકે પહેલી વખત કોઈ ખિતાબ જીતી છે. ચેક રિપબ્લિકનાં આ ખેલાડીઓ યુએસ ઓપનમાં મિક્સ્ડ ડબલ્સમાં ચૅમ્પિયન બન્યાં છે. આ જોડીએ સ્વિટ્ઝરલૅન્ડની બેલિન્ડા બેન્સિક અને ઇટલીના ફ્લેવિયો કોબોલી સામે  ૬-૩, 7-૬ (૧૦-૬)ના સ્કોર સાથે ટ્રાઇ-બ્રેકરની જીત સાથે વિજય મેળવ્યો હતો. 
કૅરોલિના મુચોવા અને જેકબ મેન્સિકને ચૅમ્પિયન બનવા બદલ લગભગ ૯.૫૭ કરોડ રૂપિયા મળશે. રનરઅપ ટીમ બેલિન્ડા બેન્સિક અને ફ્લેવિયો કોબોલીને આશરે ૪.૭૮ કરોડ રૂપિયા મળશે. મિક્સ્ડ ડબલ્સની સ્ટાર જોડીઓમાંથી કાર્લોસ અલ્કારાઝ અને સેરેના વિલિયમ્સ ક્વૉર્ટર ફાઇનલમાં જ્યારે આર્યના સબાલેન્કા અને નોવાક જોકોવિચ ઓપનિંગ મૅચ હારીને રેસમાંથી બહાર થઈ ગયાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2026 10:38 AM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK