૧૦ સભ્યોની શૂટિંગ ટીમ ૩૦ ઑગસ્ટથી શરૂ થનારી શૂટિંગ ઇવેન્ટ્સમાં ભાગ લેશે
ભારતીય શૂટિંગ ટીમ
પૅરાલિમ્પિક્સમાં ભાગ લેવા માટે ભારતીય શૂટિંગ ટીમ ગઈ કાલે દિલ્હીથી પૅરિસ જવા માટે રવાના થઈ હતી. ૧૦ સભ્યોની શૂટિંગ ટીમ ૩૦ ઑગસ્ટથી શરૂ થનારી શૂટિંગ ઇવેન્ટ્સમાં ભાગ લેશે. ટોક્યો પૅરાલિમ્પિક્સમાં ભારતીય શૂટિંગ ટીમે કુલ પાંચ મેડલ જીત્યા હતા. પૅરિસમાં પચીસથી વધુ મેડલ જીતીને ઐતિહાસિક પ્રદર્શન કરવાના ટાર્ગેટને ચેઝ કરવામાં શૂટિંગ ટીમ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ પહેલાં ભારતીય ટીમની નાની ટુકડી પૅરિસ માટે રવાના થઈ હતી જે આજે ઍથ્લીટ વિલેજમાં એન્ટ્રી મારી શકે છે.


