ગોલ ફૉર વાયનાડ અભિયાન હેઠળ ભૂસ્ખલન પીડિતોને કરશે મદદ
‘ગોલ ફૉર વાયનાડ’ અભિયાન સમયે કરાયું દાન
આજે ૧૩ સપ્ટેમ્બરથી ભારતની સૌથી મોટી ફ્રૅન્ચાઇઝી ફુટબૉલ ટુર્નામેન્ટ ઇન્ડિયન સુપર લીગમાં ૧૩ ટીમ વચ્ચે ચૅમ્પિયન બનવા માટે રસાકસી શરૂ થશે. આ પહેલાં કેરાલા બ્લાસ્ટર્સે એક પ્રશંસનીય અભિયાન શરૂ કર્યું છે. ‘ગોલ ફૉર વાયનાડ’ અભિયાન હેઠળ કેરાલા બ્લાસ્ટર્સ ફ્રૅન્ચાઇઝી ટુર્નામેન્ટ દરમ્યાન પોતાની ટીમના દરેક ગોલ સાથે એક લાખ રૂપિયાનું દાન વાયનાડના ભૂસ્ખલન પીડિતો માટે આપશે. હાલમાં ટીમ-મૅનેજમેન્ટે કેરલાના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનને મળીને રિલીફ ફન્ડ માટે પચીસ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. દિગ્ગજ ક્રિકેટર સચિન તેન્ડુલકર ૨૦૧૪થી ૨૦૧૮ દરમ્યાન આ ફુટબૉલ ફ્રૅન્ચાઇઝીનો કો-ઓનર હતો.