પૅરિસમાં રમાયેલી એક ફ્રેન્ડ્લી મૅચમાં બ્રાઝિલે ટ્યુનિશિયાને ૫-૧થી હરાવ્યું હતું

ફુટબૉલ મૅચમાં બ્રાઝિલના ખેલાડી પર ફેંકાયું કેળું
પૅરિસમાં રમાયેલી એક ફ્રેન્ડ્લી મૅચમાં બ્રાઝિલે ટ્યુનિશિયાને ૫-૧થી હરાવ્યું હતું. આ મૅચમાં બીજો ગોલ કર્યા બાદ રિચર્લિસન નામનો ખેલાડી ઉજવણી કરી રહ્યો હતો ત્યારે હાજર રહેલા ટ્યુનિશિયાના સમર્થકોએ તેના પર કેળું અને પ્લાસ્ટિકના કપ ફેંક્યાં હતાં. બ્રાઝિલના અન્ય એક ખેલાડીએ કેળાને લાત મારીને મેદાનની બહાર ફેંકી દીધું હતું. ત્યાર બાદ સિક્યૉરિટી ગાર્ડે એ દિશામાં આવીને પરિસ્થિતિને સંભાળી લીધી હતી. બ્રાઝિલના ફુટબૉલ ફેડરેશન દ્વારા આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેની તરફ ફેંકવામાં આવેલું કેળું અને મેદાનમાં પડેલા કેળાનો ફોટો પણ ટ્વીટ કર્યો હતો અને રેસિઝમ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

