પ્રો-કબડ્ડી લીગ સીઝન ૧૨ની ફાઇનલ મૅચ આજે દિલ્હીના ત્યાગરાજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાશે. પૉઇન્ટ ટેબલમાં ટોચ પર રહેલી બન્ને ટીમો દબંગ દિલ્હી અને પુણેરી પલટન વચ્ચે આજે ટ્રોફી જીતવા માટે જંગ જામશે.
આજે દબંગ દિલ્હી અને પુણેરી પલટન વચ્ચે પ્રો-કબડ્ડી લીગ સીઝન ૧૨નો ફાઇનલ જંગ
પ્રો-કબડ્ડી લીગ સીઝન ૧૨ની ફાઇનલ મૅચ આજે દિલ્હીના ત્યાગરાજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાશે. પૉઇન્ટ ટેબલમાં ટોચ પર રહેલી બન્ને ટીમો દબંગ દિલ્હી અને પુણેરી પલટન વચ્ચે આજે ટ્રોફી જીતવા માટે જંગ જામશે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર રાતે ૮ વાગ્યાથી આ રસાકસીનો જંગ જોઈ શકાશે. બન્ને ટીમ વર્તમાન સીઝનમાં ૨૬-૨૬ પૉઇન્ટ સાથે ટૉપ પર છે. બન્ને ટીમને ૧૮ મૅચમાંથી ૧૩ જીત અને પાંચ હાર મળી છે. બન્ને ટીમ એક-એક વખત આ ટુર્નામેન્ટ જીતી ચૂકી છે.


