Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > કૉમનવેલ્થ ગેમ્સ 2026ની ગોલ્ડ વિજેતા બૉક્સર સાક્ષી ચૌધરીને RCBએ સ્પેશ્યલ જર્સી ભેટમાં આપી

કૉમનવેલ્થ ગેમ્સ 2026ની ગોલ્ડ વિજેતા બૉક્સર સાક્ષી ચૌધરીને RCBએ સ્પેશ્યલ જર્સી ભેટમાં આપી

Published : 09 October, 2026 07:18 PM | Modified : 09 October, 2026 07:26 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે સાક્ષી નામ સાથેની રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની જર્સીનો ફોટો શૅર કરીને લખ્યું, ‘એક એવી ટીમ તરફથી ખાસ જર્સી મળી જેને મેં હંમેશાં સમર્થન આપ્યું છે.’ 

સાક્ષી ચૌધરી

સાક્ષી ચૌધરી


હરિયાણાની ૨૬ વર્ષની ભારતીય બૉક્સર સાક્ષી ચૌધરીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક રસપ્રદ પોસ્ટ શૅર કરી છે. તેણે સાક્ષી નામ સાથેની રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની જર્સીનો ફોટો શૅર કરીને લખ્યું, ‘એક એવી ટીમ તરફથી ખાસ જર્સી મળી જેને મેં હંમેશાં સમર્થન આપ્યું છે.’ 
કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીત્યા પછી સાક્ષીએ ખુલાસો કર્યો હતો કે ‘વિરાટ કોહલી ફાઉન્ડેશને મને ત્રણથી ચાર વર્ષ સુધી મદદ કરી હતી. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ મારી સફળતાની પોસ્ટ શૅર કરી હતી. એ મારા માટે ખૂબ જ ગર્વ અને વિશેષ ક્ષણ હતી. હું ૨૦૧૯માં વિરાટ કોહલીને મળી ચૂકી છું. ભારત માટે ઑલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવો એ મારું સૌથી મોટું સ્વપ્ન છે.’
સાક્ષી ચૌધરી જપાનના આઇચી-નાગોયા ખાતે યોજાયેલી ૨૦૨૬ એશિયન ગેમ્સમાં મહિલાઓની ૫૧ કિલો કૅટેગરીની પ્રી-ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી. પરંતુ કઝાખસ્તાનની હરીફ સામે ૨-૩થી નજીકના અંતરથી હાર્યા પછી તે સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી.

IPL 2027 પહેલાં પંજાબ કિંગ્સમાં ત્રણ સહાયક કોચના પદ ખાલી થયા 



પંજાબ કિંગ્સના ટીમ-મૅનેજમેન્ટ સામે IPL 2027 પહેલાં ઓછામાં ઓછા ત્રણ નવા કોચ શોધવાનું કામ આવી પડ્યું છે. હેડ કોચ રિકી પૉન્ટિંગના નેતૃત્વ હેઠળના સપોર્ટ-સ્ટાફમાંથી બે કોચ પણ રાજીનામું આપી ચૂક્યા છે. થોડા સમય પહેલાં સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતુલેએ બૅન્ગલોરમાં સેન્ટર ઑફ એક્સલન્સની નોકરી માટે ટીમમાંથી પદ છોડ્યું હતું. હાલમાં કોચ બ્રૅડ હૅડિન અને ફાસ્ટ-બોલિંગ કોચ જેમ્સ હોપ્સે પદ છોડવા માટેના નિર્ણય વિશે મૅનજમેન્ટને જાણ કરી દીધી છે. બન્ને ઑસ્ટ્રેલિયનના સ્થાને ફ્રૅન્ચાઇઝીએ નવા કોચની શોધ શરૂ કરી દીધી છે.
એવી માહિતી મળી છે કે બન્નેએ બિગ બૅશ લીગ (BBL)માં નવી ભૂમિકાઓ મેળવી લીધી છે. ડિસેમ્બરના મધ્યમાં યોજાનારી હરાજી પહેલાં નવા સહાયક કોચની નિમણૂકોને આખરી ઓપ આપવામાં આવી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2026 07:26 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK