વિશ્વના મોટા ભાગના દેશો ચેસ ઑલિમ્પિયાડમાં ભાગ લેતા હોય છે અને એમાં ભારત માટે આ ઐતિહાસિક ચંદ્રકો છે
_d.jpg)
ચેસ ઑલિમ્પિયાડમાં બ્રૉન્ઝ મેડલ જીતનારી ભારતની મહિલા ટીમ (ડાબે) અને પુરુષોની ટીમ (જમણે)
તામિલનાડુમાં પૂરી થયેલી ચેસ ઑલિમ્પિયાડમાં બ્રૉન્ઝ મેડલ જીતનારી ભારતની મહિલા ટીમ (ડાબે) અને પુરુષોની કાંસ્યચંદ્રક વિજેતા ટીમ (જમણે). વિશ્વના મોટા ભાગના દેશો ચેસ ઑલિમ્પિયાડમાં ભાગ લેતા હોય છે અને એમાં ભારત માટે આ ઐતિહાસિક ચંદ્રકો છે. ભારતીય મહિલા ખેલાડીઓની ‘એ’ ટીમ ફાઇનલ રાઉન્ડમાં અમેરિકા સામે ૧-૩થી હારી ગઈ હતી, પરંતુ ત્રીજા ક્રમાંકે રહેતાં પહેલી વાર બ્રૉન્ઝ જીતી હતી. પુરુષોની ‘બી’ ટીમે ફાઇનલ રાઉન્ડમાં જર્મનીને ૩-૧થી હરાવીને કાંસ્યચંદ્રક જીતી લીધો હતો.
ભારતની મહિલા ટીમમાં કોનેરુ હમ્પી, તાનિયા સચદેવ, હરિકા દ્રોનોવલ્લી, આર. વૈશાલી અને ભક્તિ કુલકર્ણીનો સમાવેશ હતો. પુરુષોની ટીમમાં ગુકેશ ડી., નિહાલ સરિન, આર. પ્રજ્ઞાનાનંદ, અધિબાન ભાસ્કરન અને રોનક સધવાની હતા.