ભૂતપૂર્વ દિગ્ગજ ભારતીય ફુટબૉલર બાઇચુન્ગ ભૂટિયા હાલમાં ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશનની ટેક્નિકલ કમિટીના સદસ્ય હતા, પણ...
બાઇચુન્ગ ભૂટિયા
ભૂતપૂર્વ દિગ્ગજ ભારતીય ફુટબૉલર બાઇચુન્ગ ભૂટિયા હાલમાં ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશનની ટેક્નિકલ કમિટીના સદસ્ય હતા, પણ નવા હેડ કોચ મનોલો માર્કેઝની નિયુક્તિ બાદ તેઓ આ પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ‘નવા કોચ વિશે બેઠક કરીને અરજીઓ તપાસવાનું કામ તક્નિકી કમિટીના સદસ્ય કરે છે, પણ આ વખતે સ્પેશ્યલ કમિટી બનાવીને હેડ કોચની નિયુક્તિ કરવામાં આવી. તો પછી અમે અહીં શેના માટે છીએ. અમારું કોઈ મહત્ત્વ જ નથી? કોચની નિમણૂક કરવામાં આવે છે, બરતરફ કરવામાં આવે છે અને કાર્યકારી સમિતિ દ્વારા ટેક્નિકલ સમિતિ સાથે કોઈ પણ ચર્ચા કર્યા વિના તેમનો કાર્યકાળ લંબાવવામાં આવે છે. અધ્યક્ષ એક કે બે નામનો પ્રસ્તાવ મૂકે છે અને કારોબારી સમિતિ એક પર સંમત થાય છે. આ સંપૂર્ણ પ્રક્રિયા જ ખોટી છે.’


