૩૦૦૦ મીટરની વિઘ્નદોડમાં સિલ્વર મેડલ જીતનાર અવિનાશ સાબળે ભારતનો પ્રથમ પુરુષ ઍથ્લીટ બન્યો છે.
ડાબી બાજુ અવિનાશ સાબળે
૩૦૦૦ મીટરની વિઘ્નદોડમાં સિલ્વર મેડલ જીતનાર અવિનાશ સાબળે ભારતનો પ્રથમ પુરુષ ઍથ્લીટ બન્યો છે. સિલ્વર મેડલ જીતવાની સાથે જ તેણે પોતાનો નૅશનલ રેકૉર્ડ પણ તોડ્યો હતો. સાબળે આ અવૉર્ડ જીત્યો એ પહેલાં ૨૦૧૦માં દિલ્હીમાં રમાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની ૧૦,૦૦૦ મીટરની સ્પર્ધામાં ભારતની કવિતા રાઉત બ્રૉન્ઝ મેડલ જીતી હતી.


