શિઆરાએ પોલીસમાં સત્તાવાર ફરિયાદ કરવાનું ટાળ્યું હતું

ફાઇલ તસવીર
૨૦૨૨ની વિમ્બલ્ડનની ફાઇનલમાં નોવાક જૉકોવિચ સામે હારી જનાર ઑસ્ટ્રેલિયાના ૨૭ વર્ષના ટેનિસ ખેલાડી નિક કીર્ગિયોઝે ૨૦૨૧ની સાલમાં ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ શિઆરા પૅસારીને ધક્કો મારીને દૂર ફુટપાથ પર પાડી દીધી હોવાના બનાવની કબૂલાત કરી લીધી છે. શિઆરાએ પોલીસમાં સત્તાવાર ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને પછીથી બન્ને વચ્ચે ફરી રિલેશનશિપ થઈ હતી, પણ બીજા બ્રેક-અપ બાદ શિઆરાએ અદાલતમાં તેની સામે કેસ કર્યો હતો. કૉસ્ટીન હાત્ઝી ઇન્ટીરિયર ડિઝાઇનર છે અને કીર્ગિયોઝની અત્યારની ગર્લફ્રેન્ડ છે.