Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > જપાનમાં આયોજિત પૅરા એશિયન ગેમ્સમાં રેકૉર્ડ ૪૫ દેશ મેડલ જીતવાની રેસમાં ઊતરશે

જપાનમાં આયોજિત પૅરા એશિયન ગેમ્સમાં રેકૉર્ડ ૪૫ દેશ મેડલ જીતવાની રેસમાં ઊતરશે

Published : 19 October, 2026 04:11 PM | IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓપનિંગ સેરેમનીમાં પ્રમોદ ભગત સાથે સિમરન શર્મા ફ્લૅગબેરર બની, જપાનના આઇચી-નાગોયામાં રવિવારે પાંચમી એશિયન પૅરા ગેમ્સની શરૂઆત થઈ હતી. પૅરા એશિયન ગેમ્સમાં પહેલી વખત રેકૉર્ડ ૪૫ દેશો ભાગ લઈ રહ્યા છે.

જપાનમાં આયોજિત પૅરા એશિયન ગેમ્સમાં રેકૉર્ડ ૪૫ દેશ મેડલ જીતવાની રેસમાં ઊતરશે

જપાનમાં આયોજિત પૅરા એશિયન ગેમ્સમાં રેકૉર્ડ ૪૫ દેશ મેડલ જીતવાની રેસમાં ઊતરશે


જપાનના આઇચી-નાગોયામાં રવિવારે પાંચમી એશિયન પૅરા ગેમ્સની શરૂઆત થઈ હતી. પૅરા એશિયન ગેમ્સમાં પહેલી વખત રેકૉર્ડ ૪૫ દેશો ભાગ લઈ રહ્યા છે. અગાઉની ૪ સીઝનમાં અનુક્રમે ૪૧, ૪૧, ૪૩ અને ૪૪ દેશોએ ભાગ લીધો હતો. ૨૪ ઑક્ટોબર સુધી જપાનમાં આ વખતે ૧૮ સ્પોર્ટ્‍સની ૪૮૯ ઇવેન્ટમાં ભાગ લેશે. 
ઓપનિંગ સેરેમનીમાં બૅડ્‍મિન્ટન ખેલાડી પ્રમોદ ભગત અને દોડવીર સિમરન શર્માએ ફ્લૅગબેરર તરીકે ભારતીય દળનું નેતૃત્વ કર્યું હતું. પૅરા ટેબલટેનિસ સ્ટાર ભાવિના પટેલની ઇવેન્ટ ચાલુ હોવાથી તેને રિકવરી અને આરામ માટે ઓપનિંગ સેરેમનીના ફ્લૅગબેરરની ભૂમિકાથી દૂર કરવામાં આવી હતી. 
૨૦૧૦થી રમાતી એશિયન પૅરા ગેમ્સમાં ચીને રેકૉર્ડ ૭૪૫ ગોલ્ડ સહિત ૧૫૪૮ મેડલ જીત્યા છે. ભારત આ લિસ્ટમાં નવમા ક્રમે છે. ભારતે ૪૬ ગોલ્ડ, ૭૪ સિલ્વર અને ૧૦૭ બ્રૉન્ઝ સહિત ૨૨૭ મેડલ જીત્યા છે. પૅરા એશિયન ગેમ્સ 2022માં ભારતે ૨૭ ગોલ્ડ, ૩૨ સિલ્વર અને ૪૯ બ્રૉન્ઝ સહિત ૧૦૮ મેડલ અને મેડલ-ટૅલીમાં પાંચમા ક્રમ સાથે પોતાનું બેસ્ટ પ્રદર્શન નોંધાવ્યું હતું.  


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2026 04:11 PM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK