સ્વપ્ના બર્મને રવિવારની ઇવેન્ટ વિશેના નંદિનીને લગતા આક્ષેપવાળી પોસ્ટ પછીથી ડીલિટ કરી હતી
સ્વપ્ના બર્મન, નંદિની અગાસરા
સાત રમતોની હરીફાઈવાળી મહિલાઓની હૅપ્ટાથ્લોનની સ્પોર્ટમાં રવિવારે ચીનની એશિયન ગેમ્સમાં જોરદાર રસાકસી થઈ હતી જેમાં ભારતની સ્વપ્ના બર્મન કે જે ૨૦૧૮ની જકાર્તા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી હતી તે આ વખતે ચોથા નંબરે આવતાં બ્રૉન્ઝ પણ ચૂકી ગઈ હતી. જોકે સ્વપ્નાએ સ્પર્ધા પછી સોશ્યલ મીડિયા પર આક્ષેપ કર્યો હતો કે ભારતની જ નંદિની અગાસરા કે જે બ્રૉન્ઝ જીતી હતી તે ‘કિન્નર’ હોવાથી આ સ્પર્ધામાં ભાગ લેવા અપાત્ર હતી છતાં તેને ભાગ લેવા મળ્યો હતો. તેને બ્રૉન્ઝ મળ્યો અને હું ચોથા નંબરે આવતાં એ મેડલ ચૂકી ગઈ હતી.
હૅપ્ટાથ્લોનની સાત રમતમાં ૧૦૦ મીટર વિઘ્ન દોડ, હાઈ જમ્પ, ગોળાફેંક, ૨૦૦ મીટર દોડ, લૉન્ગ જમ્પ, ભાલાફેંક અને ૮૦૦ મીટર દોડનો સમાવેશ છે. સ્વપ્ના બર્મને રવિવારની ઇવેન્ટ વિશેના નંદિનીને લગતા આક્ષેપવાળી પોસ્ટ પછીથી ડીલિટ કરી હતી.


