કુકિંગ પોસ્ટ કરનાર પર વીફરી સાનિયા
સાનિયા મિર્ઝા
એક બાજુ પોલીસ અધિકારી પોતાનું ખાવાનું ગરીબો સાથે શૅર કરી રહ્યો હોવાનો વિડિયો યુવરાજ સિંહે પોસ્ટ કર્યો છે ત્યાં બીજી બાજુ સોશ્યલ મીડિયામાં કુકિંગ પોસ્ટ કરનાર સેલિબ્રિટીઓ પર સાનિયા મિર્ઝા વીફરી છે.
વાસ્તવમાં કોરોનાને કારણે ગરીબ લોકો પાસે મર્યાદિત માત્રામાં જ ખાવાનું હોવાથી ગુસ્સે ભરાયેલી સાનિયા મિર્ઝાએ કહ્યું કે ‘શું કુકિંગના વિડિયો અને ફોટો પોસ્ટ કરવાનું કામ હજી પત્યું નથી? જરા વિચાર કરો કે વિશ્વમાં આપણે ત્યાં જ હજારો લોકો ભૂખ્યા છે જેઓ પૂરતું ભોજન ન મળવાથી મરી રહ્યા છે. એક દિવસ પણ તેમને ખાવાનું મળે છે તો તેઓ પોતાને નસીબદાર ગણે છે.’
ADVERTISEMENT
નોંધનીય છે કે થોડા સમય પહેલાં સાનિયાએ પોતે ગરીબો માટે ખાવાનું ઉપલબ્ધ કરાવવા આગળ આવીને પહેલ કરી હતી.