ર્જુને ઍમીચેસ રૅપિડ ઑનલાઇન ચેસ ટુર્નામેન્ટમાં વર્લ્ડ નંબર વન મૅગ્નસ કાર્લસનને પ્રાથમિક સ્તરે સાતમા રાઉન્ડમાં હરાવ્યો હતો
અર્જુન ઇરિગૈસી અને મૅગ્નસ કાર્લસન
ભારતના ૧૯ વર્ષના ચેસસ્ટાર અને ગ્રૅન્ડમાસ્ટર અર્જુન ઇરિગૈસીએ ગઈ કાલે ચેસ જગતમાં સનસનાટી મચાવી દીધી હતી. અર્જુને ઍમીચેસ રૅપિડ ઑનલાઇન ચેસ ટુર્નામેન્ટમાં વર્લ્ડ નંબર વન મૅગ્નસ કાર્લસનને પ્રાથમિક સ્તરે સાતમા રાઉન્ડમાં હરાવ્યો હતો. અર્જુન આ સ્પર્ધાના આરંભમાં મહારાષ્ટ્રના વિદિત ગુજરાતી સામે હારી ગયો હતો, પરંતુ હવે આઠમા રાઉન્ડના અંતે કાર્લસનને હરાવવાની સાથે અર્જુન ૧૫ પૉઇન્ટ સાથે પાંચમા નંબરે આવી ગયો છે. ઉઝબેકિસ્તાનનો નૉડિરબેક અબ્દુસાતોરોવ ૧૭ પૉઇન્ટ સાથે મોખરે છે. અર્જુન ગયા વર્ષે કાર્લસન સામે હારી ગયો હતો, જેનો તેણે રવિવારે બદલો લઈ લીધો હતો.


