શ્રદ્ધા પછી બીજા નંબરે મહારાષ્ટ્રની જ ઊર્મિલા પાબાળે (૫૯.૩૩) અને ત્રીજા નંબરે દિલ્હીની મીરા ગૌતમ (૫૩) હતી.

સ્કેટ બોર્ડની ચૅમ્પિયન મહારાષ્ટ્રની શ્રદ્ધા ગાયકવાડ, અમદાવાદમાં ૧૦,૦૦૦ મીટરમાં મહારાષ્ટ્રની સંજીવની જાધવ ગોલ્ડ જીતી હતી.
અમદાવાદમાં ગઈ કાલે નૅશનલ ગેમ્સમાં રોલર સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં મહારાષ્ટ્ર પાંચ ગોલ્ડ સાથે ચૅમ્પિયન બન્યું હતું. ખાસ કરીને સ્ટ્રીટ સ્કેટબોર્ડર્સ શ્રદ્ધા ગાયકવાડ (મહારાષ્ટ્ર) અને સી. રન્જુ સિંહ (મણિપુર) વિજેતા બની છે. મહિલા સ્કેટબોર્ડની હરીફાઈમાં સૌથી વધુ ૬૧ પૉઇન્ટ સાથે ગોલ્ડ જીતનારી શ્રદ્ધા ગાયકવાડ તાજેતરમાં નેટફ્લિક્સની ‘સ્કેટર ગર્લ’ નામની મૂવીમાં ચમકી હતી. તેના પિતા સિક્યૉરિટી ગાર્ડ તરીકેની નોકરી કરે છે. શ્રદ્ધા પછી બીજા નંબરે મહારાષ્ટ્રની જ ઊર્મિલા પાબાળે (૫૯.૩૩) અને ત્રીજા નંબરે દિલ્હીની મીરા ગૌતમ (૫૩) હતી.
અમદાવાદમાં નૅશનલ ગેમ્સમાં ગઈ કાલે વાંસકૂદકાની હરીફાઈમાં તામિલનાડુના શિવા સુબ્રમણ્યમે ૫.૩૧ મીટરનો કૂદકો મારીને ચાર વર્ષ પહેલાંનો પોતાનો જ ૫.૩૦ મીટરનો રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો હતો. તે ભારતીય લશ્કરમાં હવાલદાર છે.