બન્ને ઍથ્લીટ એક જ દિવસે રાષ્ટ્રીય રમતોત્સવનો ગોલ્ડ મેડલ જીતી હતી

મીરાબાઈ, ભવાનીને પણ લાગ્યો ગરબાનો રંગ
ગુજરાતની નૅશનલ ગેમ્સમાં શુક્રવારે વેઇટલિફ્ટિંગમાં ૪૯ કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીતનાર મણિપુરની મીરાબાઈ ચાનુ (ડાબે)એ પછીથી સુરતમાં નવરાત્રિની ઇવેન્ટમાં હાજરી આપી હતી અને ગરબે ઘૂમી હતી. તેની સાથે ગરબામાં તલવારબાજીની નૅશનલ ચૅમ્પિયન ભવાની સિંહ (જમણે) પણ જોડાઈ હતી. બન્ને ઍથ્લીટ એક જ દિવસે રાષ્ટ્રીય રમતોત્સવનો ગોલ્ડ મેડલ જીતી હતી. બૅડ્મિન્ટન-લેજન્ડ પી. વી. સિંધુ તેમ જ જૅવલિન થ્રોના ઑલિમ્પિક વિજેતા નીરજ ચોપડા પણ ગુજરાતના પ્રવાસ દરમ્યાન ગરબે ઘૂમી ચૂક્યાં છે.

