અફઘાનિસ્તાન પહેલી ઇનિંગ્સમાં ૧૫૭ રનમાં ઑલઆઉટ થઈ ગયું એ પછી ઝિમ્બાબ્વે પણ ૨૪૩ રનમાં સમેટાઈ ગયું હતું
સિકંદર રઝાએ શાનદાર ૬૧ રન ફટકાર્યા હતા
ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલી સિરીઝની પહેલી ટેસ્ટમાં બન્ને ટીમોએ તોતિંગ સ્કોર ઊભા કર્યા પછી બીજી ટેસ્ટમાં ઊંધું થઈ રહ્યું છે. અફઘાનિસ્તાન પહેલી ઇનિંગ્સમાં ૧૫૭ રનમાં ઑલઆઉટ થઈ ગયું એ પછી ઝિમ્બાબ્વે પણ ૨૪૩ રનમાં સમેટાઈ ગયું હતું અને ત્યાર બાદ અફઘાનિસ્તાને બીજી ઇનિંગ્સમાં માત્ર ૪૬ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. પરિણામે બીજા દિવસની રમતના અંતે જ આ ટેસ્ટમાં રિઝલ્ટ દેખાવાની શક્યતાઓ નિર્માણ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન હજી ૪૦ રન પાછળ છે.


