Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૧૬ વર્ષનો બુમરાહ નેટ્સમાં મને એવી ઘાતક બોલિંગ નાખતો કે મારે તેને હટાવવો પડ્યો

૧૬ વર્ષનો બુમરાહ નેટ્સમાં મને એવી ઘાતક બોલિંગ નાખતો કે મારે તેને હટાવવો પડ્યો

Published : 11 April, 2026 03:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅન્સર પછી કમબૅક કરવાની કોશિશ દરમ્યાન બનેલા આ બનાવની વાત કરીને યુવરાજ સિંહે જસપ્રીત બુમરાહનાં ભરપૂર વખાણ કર્યાં...

યુવરાજ સિંહ અને જસપ્રીત બુમરાહ

યુવરાજ સિંહ અને જસપ્રીત બુમરાહ


ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે વર્તમાન સમયના વિશ્વના સર્વશ્રેષ્ઠ પેસ બોલર જસપ્રીત બુમરાહ સાથે જોડાયેલો એક અત્યંત રસપ્રદ કિસ્સો શૅર કર્યો છે. યુવરાજે ખુલાસો કર્યો છે કે એક સમયે નેટ-સેશન દરમ્યાન તેણે ૧૬ વર્ષના જસપ્રીત બુમરાહને પોતાની સામે બોલિંગ કરવાનું બંધ કરવા માટે કહી દીધું હતું.

એક યુટ્યુબ ચૅનલને આપેલા ખાસ ઇન્ટરવ્યુમાં યુવરાજ સિંહે પોતાની ક્રિકેટિંગ સફર વિશે વાતચીત કરી હતી. આ દરમ્યાન તેણે બુમરાહની પ્રશંસા કરતાં તેને હાલનો શ્રેષ્ઠ બોલર ગણાવ્યો હતો. ૨૦૧૩ની એ ઘટનાને યાદ કરતાં યુવરાજે કહ્યું હતું કે ‘જ્યારે હું કૅન્સરની સારવાર બાદ ક્રિકેટમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે બુમરાહ નેટ્સમાં ખૂબ જ ઝડપી અને ઘાતક બોલિંગ કરી રહ્યો હતો. હું રિકવર થઈ રહ્યો હતો અને તે મને સતત બોલિંગ કરી રહ્યો હતો. મેં કહ્યું કે આ છોકરાને નેટ્સની બહાર કાઢો અને બોલિંગ કરવાનું બંધ કરાવો.’

હસતાં-હસતાં યુવરાજે ઉમેર્યું હતું કે આ છોકરો એટલી ખતરનાક બોલિંગ કરી રહ્યો હતો કે મારે કહેવું પડ્યું કે ‘ભાઈ, તું જે પણ હોય, હવે બસ કર.’


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2026 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK