વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ના અજેય વિજયરથ પર સવાર રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુએ હાલમાં અવૉર્ડ્સ નાઇટનું આયોજન કર્યું હતું. રેડ, બોલ્ડ અને ગોલ્ડ કાર્પેટ અવૉર્ડ્સ નાઇટમાં મહિલા ટીમની પ્લેયર્સે અપ્સરાની જેમ એન્ટ્રી કરી હતી.
RCBની અવૉર્ડ્સ નાઇટમાં મહિલા ક્રિકેટર્સ જોવા મળી અનોખા અંદાજમાં
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ના અજેય વિજયરથ પર સવાર રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુએ હાલમાં અવૉર્ડ્સ નાઇટનું આયોજન કર્યું હતું. રેડ, બોલ્ડ અને ગોલ્ડ કાર્પેટ અવૉર્ડ્સ નાઇટમાં મહિલા ટીમની પ્લેયર્સે અપ્સરાની જેમ એન્ટ્રી કરી હતી. મહિલા પ્લેયર્સે ભારતીય અને વેસ્ટર્ન ફૅશનના મિશ્રણ સાથે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
અવૉર્ડ્સ નાઇટમાં કૅપ્ટન સ્મૃતિ માન્ધના, સ્પિનર શ્રેયંકા પાટીલ અને ફાસ્ટ બોલર લૉરેન બેલ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યાં હતાં. ગઈ કાલે સીઝનના ત્રીજા બ્રેક-ડે બાદ આજે ટુર્નામેન્ટમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ અને દિલ્હી કૅપિટલ્સની ટક્કર જોવા મળશે.


