વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ના ઇતિહાસમાં ૨૦૦ પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ કરનારી પહેલી ટીમ બનેલી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ને ત્રીજી સીઝનની શરૂઆતમાં મોટો ફટકો પડ્યો છે.
શ્રેયન્કા પાટીલ
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ના ઇતિહાસમાં ૨૦૦ પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ કરનારી પહેલી ટીમ બનેલી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ને ત્રીજી સીઝનની શરૂઆતમાં મોટો ફટકો પડ્યો છે. બીજી સીઝનમાં ૧૩ વિકેટ લેનાર RCBની ઑલરાઉન્ડર શ્રેયન્કા પાટીલ પર્પલ કૅપ વિજેતા બની હતી, પણ કર્ણાટકની આ બાવીસ વર્ષની સ્પિનર પગની ઇન્જરીમાંથી સ્વસ્થ થઈ શકી ન હોવાથી આ સીઝનમાંથી બહાર થઈ ગઈ છે.
તેના સ્થાને ઉત્તરાખંડની ઑલરાઉન્ડર સ્નેહ રાણાને ટીમમાં સામેલ કરવામાં આવી છે. બે મૅચમાં ગુજરાત જાયન્ટ્સનું નેતૃત્વ કરી ચૂકેલી સ્નેહ રાણાએ એ ટીમ માટે ૧૨ મૅચ રમી હતી. જોકે ત્રીજી સીઝન માટેના ઑક્શનમાં અનસોલ્ડ રહેલી આ ક્રિકેટરને RCBએ ૩૦ લાખ રૂપિયાની બેઝ-પ્રાઇસમાં પોતાની ટીમમાં સામેલ કરી છે.


