વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન ટીમના ખરાબ પ્રદર્શનને જોતા PCBના મુખ્ય પસંદગીકારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. પદ સંભાળ્યાને હજી 3 મહિના પૂર્ણ પણ નથી થયાં ત્યાં તેમણે શરમ
ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હક (ફાઈલ ફોટો)
ICC ODI વર્લ્ડ કપ 2023 વચ્ચે પાકિસ્તાન ક્રિકેટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેણે પોતાનું રાજીનામું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ ઝકા અશરફને મોકલી આપ્યું છે. તેમના રાજીનામા બાદ પાકિસ્તાનમાં દરેક લોકો ચોંકી ગયા છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ પાકિસ્તાની કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકને ઓગસ્ટ મહિનામાં જ મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને આ પદ હારૂન રાશિદના સ્થાને મળ્યું હતું, પરંતુ ઈન્ઝમામ 3 મહિના સુધી પણ આ પદ સંભાળી શક્યા ન હતા અને વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન ટીમના ખરાબ પ્રદર્શનને જોતા તેમણે PCBના મુખ્ય પસંદગીકાર પદ પરથી રાજીનામું આપી દીધું છે.
ADVERTISEMENT
વાસ્તવમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે ચીફ સિલેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. હારૂન રશીદે પદ છોડ્યા બાદ ઓગસ્ટ મહિનામાં જ 53 વર્ષીય ઈન્ઝમામ ઉલ હકને મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યા હતા. આ બીજી વખત હતું જ્યારે તેમને PCBના મુખ્ય પસંદગીકારના પદની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પહેલા ઈન્ઝમામે 2016-2019 દરમિયાન PCBના મુખ્ય પસંદગીકારનું પદ સંભાળ્યું હતું.
વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની હાલત કફોડી બની છે
આ વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. 6 મેચમાંથી પાકિસ્તાનની ટીમ અત્યાર સુધી 4 મેચ હારી છે જ્યારે 2 મેચ જીતી છે. પાકિસ્તાનની ટીમ હાલ 4 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર છે.
ઈન્ઝમામે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે
તમને જણાવી દઈએ કે ઈન્ઝમામ ઉલ હક અગાઉ પણ પાકિસ્તાનના પસંદગીકાર રહી ચૂક્યા છે. તેમણે 2016 અને 2019 વચ્ચે આ પદ સંભાળ્યું હતું. તે દરમિયાન પાકિસ્તાને 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.


