તેણે ડાન્સ કરવા ઉપરાંત ગીત ગાઈને પ્રમોશનલ ઇવેન્ટમાં હાજર સૌકોઈનાં દિલ જીતી લીધાં હતાં

ક્રિસ ગેઇલ તસવીર પી.ટી.આઇ.
સોમવારે મુંબઈમાં ‘ઓહ ફાતિમા’ સૉન્ગના લૉન્ચિંગ વખતે વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટ-લેજન્ડ અને આઇપીએલનો ભૂતપૂર્વ ખેલાડી ક્રિસ ગેઇલ. તેણે ડાન્સ કરવા ઉપરાંત ગીત ગાઈને પ્રમોશનલ ઇવેન્ટમાં હાજર સૌકોઈનાં દિલ જીતી લીધાં હતાં. પછીથી તે બૉલીવુડનાં કેટલાંક ગીત પર પણ મન મૂકીને નાચ્યો હતો. તેણે પત્રકારોને કહ્યું કે ‘અમારા જમૈકામાં એકેએક વ્યક્તિ ગીત-સંગીત પાછળ પાગલ હોય છે.’