કિંગ કોહલીના નવા સ્ટૅચ્યુના કેટલાક ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ પણ થયા છે.
વિરાટ કોહલીના સ્ટેચ્યૂની તસવીર
લંડન અને દુબઈ બાદ હવે રાજસ્થાનના જયપુરમાં વિરાટ કોહલીનું સ્ટૅચ્યુ લાગશે. આજે વર્લ્ડ હેરિટેજ ડેના અવસર પર ૩૦૦ વર્ષ જૂના જયપુર વૅક્સ મ્યુઝિયમમાં કોહલીના સ્ટૅચ્યુનું અનાવરણ કરવામાં આવશે. આ પહેલાં દુબઈ અને લંડનના મૅડમ તુસૉ મ્યુઝિયમમાં વિરાટ કોહલીનું બૅટિંગ કરતું સ્ટૅચ્યુ મૂકવામાં આવ્યું હતું. કિંગ કોહલીના નવા સ્ટૅચ્યુના કેટલાક ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ પણ થયા છે.

