Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અનિલ કુંબલે સહિતની ઑલટાઇમ RCB ઇલેવન જાહેર કરી વિરાટ કોહલીએ

અનિલ કુંબલે સહિતની ઑલટાઇમ RCB ઇલેવન જાહેર કરી વિરાટ કોહલીએ

Published : 17 March, 2026 03:32 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૂન ૨૦૧૭માં અનિલ કુંબલેએ પોતાના પદ પરથી રાજીનામું પણ આપ્યું હતું. 

ઑલટાઇમ RCB ઇલેવન જાહેર કરી વિરાટ કોહલીએ

ઑલટાઇમ RCB ઇલેવન જાહેર કરી વિરાટ કોહલીએ


રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ હાલમાં પોતાના સૌથી અનુભવી ખેલાડી વિરાટ કોહલીનો રસપ્રદ વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં વિરાટ કોહલીને ઑલટાઇમ RCB ઇલેવન માટે ૧૧ ખેલાડીઓ પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. IPLની તમામ 18 સીઝનમાં વિરાટ કોહલી અનેક ખેલાડીઓ સાથે RCB માટે રમ્યો હોવાથી પસંદગી દરમ્યાન તેણે ઘણો વિચાર કરવો પડ્યો હતો.  વિરાટ કોહલીએ ઑલટાઇમ RCB ઇલેવન માટે પોતાની સાથે ક્રિસ ગેઇલને ઓપનર તરીકે સિલેક્ટ કર્યો હતો. તેણે ક્રિસ ગેઇલને બેસ્ટ T20 ઓપનર પણ ગણાવ્યો હતો. તેણે ત્રીજા ક્રમે એ.બી. ડિવિલિયર્સ, ચોથા ક્રમે કે. એલ. રાહુલ અને પાંચમા ક્રમે રજત પાટીદારને સ્થાન આપ્યું હતું; જ્યારે વિકેટકીપર-બૅટર તરીકે દિનેશ કાર્તિકને સામેલ કર્યો હતો. ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર તરીકે તેણે હર્ષલ પટેલને સાતમા ક્રમે રાખ્યો હતો. અંતિમ ૪ પ્લેયર્સમાં બોલિંગ-વિકલ્પો તરીકે અનિલ કુંબલે, મિચલ સ્ટાર્ક, ડેલ સ્ટેન અને યુઝવેન્દ્ર ચહલને પસંદ કર્યા હતા. ૨૦૧૭માં ટીમ ઇન્ડિયામાં વિરાટ કોહલી કૅપ્ટન અને અનિલ કુંબલે હેડ કોચ હતા ત્યારે બન્ને વચ્ચે વિવિધ મુદ્દાઓ પર સંઘર્ષ જોવા મળ્યો હતો. જૂન ૨૦૧૭માં અનિલ કુંબલેએ પોતાના પદ પરથી રાજીનામું પણ આપ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2026 03:32 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK