રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ હાલમાં RCB ઇનસાઇડર નામના શોમાં વિરાટ કોહલીનો એક રસપ્રદ વિડિયો શૅર કર્યો છે જ્યાં તે હોસ્ટ સાથે મજાક-મસ્તી ભરેલી રસપ્રદ વાતો કરી રહ્યો છે. તેણે સોશ્યલ મીડિયા પરથી જાહેરાતની તમામ પોસ્ટ દૂર કરી દીધી હતી.
વિરાટ કોહલી
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ હાલમાં RCB ઇનસાઇડર નામના શોમાં વિરાટ કોહલીનો એક રસપ્રદ વિડિયો શૅર કર્યો છે જ્યાં તે હોસ્ટ સાથે મજાક-મસ્તી ભરેલી રસપ્રદ વાતો કરી રહ્યો છે. કરોડો ફૉલોઅર્સ ધરાવતા વિરાટ કોહલીએ ચૅમ્પિયન્સ ટ્રોફી દરમ્યાન કોઈ પણ વ્યક્તિગત કે ટીમની સિદ્ધિઓ પોસ્ટ કરવાનું બંધ કરી દીધું છે અને છેલ્લાં બે-ત્રણ વર્ષથી તેનું સોશ્યલ મીડિયા ફક્ત જાહેરાત અને બ્રૅન્ડ-એન્ડોર્સમેન્ટથી ભરેલું રહ્યું છે. એ વાતની ક્રિકેટજગતમાં ભારે ચર્ચા થઈ હતી.
જોકે થોડા સમય પહેલાં તેણે સોશ્યલ મીડિયા પરથી જાહેરાતની તમામ પોસ્ટ દૂર કરી દીધી હતી. આવું કરવા પાછળનું કારણ જણાવતાં તેણે RCB ઇનસાઇડરમાં ખુલાસો કર્યો હતો કે તેને સોશ્યલ મીડિયા પર વધુપડતું વ્યસ્ત રહેવું પસંદ નથી; ભવિષ્ય વિશે કંઈ ચોક્કસ નથી, પરંતુ હાલ પૂરતું તે ઇન્ટરનેટ પર એન્ડોર્સમેન્ટથી દૂર રહેવા માગે છે; સોશ્યલ મીડિયા ખૂબ જ રસપ્રદ ક્ષેત્ર છે, પણ એને ચોક્કસપણે રીસેટની જરૂર હતી.

