વિરાટ કોહલીએ દાઢી શા માટે રાખી છે એનું રહસ્ય ખૂલી ગયું
સ્ટાઇલના મામલામાં વિરાટનો જોટો જડે એમ નથી અને એ સ્ટાઇલને કારણે જ વિરાટ ક્રિકેટ તથા તેના ચાહકોનાં હૈયાં પર રાજ કરી રહ્યો છે. વિરાટ કોહલીએ દાઢી શા માટે રાખી છે એનું રહસ્ય ખૂલી ગયું છે.
વિરાટ કોહલીની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્માને એક ફૅશન મૅગેઝિનના કવર-પેજ માટેના ફોટોશૂટ દરમ્યાન કેટલાક સવાલ પૂછવામાં આવ્યા હતા. તું સેક્સી, ઇન્ટેલિજન્ટ અને પ્રસિદ્ધ વ્યક્તિને તારો જીવનસાથી બનાવવાનું પસંદ કરીશ કે કેમ, એવા સવાલના જવાબમાં અનુષ્કાએ કહ્યું હતું કે જે પુરુષની વ્યક્તિગત ક્ષમતા સારી હશે એને હું મારો જીવનસાથી બનાવીશ.
ADVERTISEMENT
અનુષ્કાને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે તેને કેવો જીવનસાથી પસંદ છે? આ સવાલના જવાબમાં અનુષ્કાએ કહ્યું હતું કે ‘મારા જીવનસાથીમાં સૌથી વધુ નોંધપાત્ર બાબત હશે તેના ફેશ્યલ હેર. દાઢીવાળા પુરુષો કંઈક વધારે સેક્સી લાગતા હોય છે અને હું મારા જીવનસાથીને દાઢી સાથે જોવા ઇચ્છું છું.’
અનુષ્કાના આ જવાબ સાથે વિરાટ કોહલીની દાઢીનો રાઝ ખૂલી ગયો હતો.

