દિવાલી છહ મહિને જલદી આ ગઈ.
વૈભવ સૂર્યવંશીના માતા-પિતા
વૈભવ સૂર્યવંશીએ ૧૪ વર્ષની ઉંમરે દુનિયાભરમાં તેનાં મમ્મી-પપ્પાનું નામ રોશન કરી દીધું છે. બિહારના સમસ્તીપુરનાં રહેવાસી સંજીવ અને આરતી સૂર્યવંશી પર દીકરાની સિદ્ધિ માટે સોમવારની રાતથી બૅક-ટુ-બૅક શુભેચ્છાના કૉલ આવી રહ્યા છે. દીકરાની તાબડતોડ ઇનિંગ્સના કારણે તેમના ઘરમાં હાલમાં એક તહેવાર જેવો માહોલ છે. તેના પપ્પાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું પણ હતું કે ‘દિવાલી છહ મહિને જલદી આ ગઈ.’
બિહાર ક્રિકેટ અસોસિએશન દ્વારા જાહેર કરાયેલા એક વિડિયોમાં સંજીવ સૂર્યવંશીએ કહ્યું, ‘તેણે અમારા ગામ, બિહાર અને સમગ્ર ભારતને ગૌરવ અપાવ્યું છે. અમે ખૂબ ખુશ છીએ અને ઉજવણી કરી રહ્યા છીએ. હું રાજસ્થાન રૉયલ્સનો આભાર માનું છું જેમણે છેલ્લા ત્રણ-ચાર મહિનામાં તેની રમત સુધારવા માટે સખત મહેનત કરી છે. હું વૈભવની રમતમાં સુધારો કરવા બદલ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને બાકીના સપોર્ટ સ્ટાફનો આભાર માનું છું. તેણે પોતે પણ પોતાની રમત પર ખૂબ મહેનત કરી છે અને આ સેન્ચુરી એનું પરિણામ છે.’
અહેવાલ અનુસાર મેગા ઑક્શન બાદ તેના પપ્પાએ ખુલાસો કર્યો હતો કે ‘વૈભવનું ક્રિકેટ રમવાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે તેણે પોતાના પૂર્વજોની જમીન વેચવી પડી હતી. તેમની હજી પણ આર્થિક તંગી સંપૂર્ણપણે ઓછી થઈ નથી.’


