ચાલુ ઍશિઝમાં ખ્વાજાએ ત્રણ મૅચ અને પાંચ ઇનિંગ્સમાં ૧૫૩ રન બનાવ્યા છે જેમાં ઍડીલેડમાં થયેલી હાફ સેન્ચુરીનો પણ સમાવેશ થાય છે. અહેવાલ અનુસાર સ્ટાર બૅટર ઉસ્માન ખ્વાજા અંતિમ ટેસ્ટ-મૅચ પહેલાં પ્રેસ કૉન્ફરન્સ યોજીને કરીઅરના ભવિષ્ય વિશે સ્પષ્ટતા કરી શકે છે.
ઉસ્માન ખ્વાજા
ઍશિઝ ટેસ્ટ-સિરીઝની પાંચમી ટેસ્ટ-મૅચ માટે ઑસ્ટ્રેલિયાએ ૧૫ સભ્યોની સ્ક્વૉડની જાહેરાત કરી છે. ચોથી ટેસ્ટ-મૅચમાં જાહેર થયેલી સ્ક્વૉડમાં કોઈ ફેરફાર કર્યો નથી અને એ જ ૧૫ ખેલાડીઓને જાળવી રાખ્યા છે. નિયમિત કૅપ્ટન પૅટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ જ સિરીઝમાં ચોથી વખત ટીમની કમાન સંભાળશે. પાંચ મૅચની સિરીઝમાં યજમાન ટીમ ૩-૧થી આગળ છે.
ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની અટકળો વચ્ચે ૩૯ વર્ષના ઉસ્માન ખ્વાજાએ સિડનીમાં ઇંગ્લૅન્ડ સામેની પાંચમી ટેસ્ટ-મૅચની ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ચાલુ ઍશિઝમાં ખ્વાજાએ ત્રણ મૅચ અને પાંચ ઇનિંગ્સમાં ૧૫૩ રન બનાવ્યા છે જેમાં ઍડીલેડમાં થયેલી હાફ સેન્ચુરીનો પણ સમાવેશ થાય છે. અહેવાલ અનુસાર સ્ટાર બૅટર ઉસ્માન ખ્વાજા અંતિમ ટેસ્ટ-મૅચ પહેલાં પ્રેસ કૉન્ફરન્સ યોજીને કરીઅરના ભવિષ્ય વિશે સ્પષ્ટતા કરી શકે છે.


