ક્રિસ ગેઇલે કહ્યું હતું કે ‘આવું વિરાટ જેવા સુપરસ્ટાર અને વર્લ્ડક્લાસ ક્રિકેટર સાથે જ બનતું હોય છે.`
ક્રિસ ગેઇલ
T20 વર્લ્ડ કપ 2024માં ફાઇનલ પહેલાં ફ્લૉપ પ્રદર્શનને કારણે મોટા ભાગના ક્રિકેટ-ફ્રૅન્સ વિરાટ કોહલીને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો તેને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવાની પણ સલાહ આપી દીધી હતી. જોકે કેટલાક દિગ્ગજ ખેલાડીએ વિરાટ કોહલીનું સમર્થન પણ કર્યું હતું. વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટર અને T20 વર્લ્ડ કપ 2024ના બ્રૅન્ડ ઍમ્બૅસેડર ક્રિસ ગેઇલે કહ્યું હતું કે ‘આવું વિરાટ જેવા સુપરસ્ટાર અને વર્લ્ડક્લાસ ક્રિકેટર સાથે જ બનતું હોય છે. વર્લ્ડ કપ પહેલાં તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં કેટલો જબરદસ્ત રમી રહ્યો હતો એ આપણે જાણીએ જ છીએ. ક્યારેક મોટા-મોટા ખેલાડીઓ મોટી મૅચમાં ટીમને જિતાડીને પોતાની જાતને સાબિત કરે છે. ખરાબ ફૉર્મ બધાનું આવે છે, પરંતુ ફાઇનલ જેવી મૅચમાં કોહલી જેવા ખેલાડીને પડતો ન મૂકી શકાય.


