આૅસ્ટ્રેલિયાએ પહેલી વાર અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને હરાવ્યું : આૅસ્ટ્રેલિયન સરદાર હરજસ સિંહ ભારે પડ્યો, સૌથી વધુ ૫૫ રન કર્યા
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ
ભારતીય જુનિયર ટીમનું અન્ડર-19 વર્લ્ડ ચૅમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું છે. અન્ડર-19 વર્લ્ડ કપ ફાઇનલ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ૭૯ રનથી ભારતને હરાવી દીધું છે. મહત્ત્વનું છે કે આ ટુર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયાએ પહેલી વાર ફાઇનલમાં ભારતને હરાવ્યું છે. ઑસ્ટ્રેલિયા ચોથી વાર અન્ડર-19 વર્લ્ડ કપ ચૅમ્પિયન બન્યું છે, આ પહેલાં ૨૦૧૦માં પાકિસ્તાનને હરાવી ચૅમ્પિયન બન્યું હતું.
ઑસ્ટ્રેલિયા છેલ્લે ૨૦૧૦માં પાકિસ્તાનને પચીસ રને હરાવી ચૅમ્પિયન બન્યું હતું. એ પહેલાં ૨૦૦૨માં સાઉથ આફ્રિકાને ૭ વિકેટે હરાવ્યું હતું. તો પહેલાં અન્ડર-19 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ ૧૯૮૮માં ઑસ્ટ્રેલિયાએ ૫ વિકેટે પાકિસ્તાનને હરાવી ચૅમ્પિયન બન્યું હતું.