પાંચ ખેલાડી કરશે વર્લ્ડ કપ ડેબ્યુ, ૮ ખેલાડી ટીમમાંથી આઉટ : સતત ત્રીજા T20 વર્લ્ડ કપમાં બાબર આઝમ કૅપ્ટન
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આગામી T20 વર્લ્ડ કપ માટે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમ બાબર આઝમની કૅપ્ટન્સીમાં વધુ એક ICC ટુર્નામેન્ટ રમતી જોવા મળશે અને ગૅરી કર્સ્ટન ટીમના હેડ કોચ રહેશે. ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર અને ઑલરાઉન્ડર ઇમાદ વસીમ ટીમમાં પરત ફર્યા છે. ટીમમાં ચાર બૅટ્સમેન, બે વિકેટકીપર, ત્રણ સ્પિન ઑલરાઉન્ડર, એક સ્પિનર અને પાંચ ફાસ્ટ બોલર છે. આ ટીમે કોઈ રિઝર્વ ખેલાડીની જાહેરાત કરી નથી.
૨૦૨૧ અને ૨૦૨૨ બાદ સતત ત્રીજા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમની કમાન બાબર આઝમના હાથમાં રહેશે. ૨૦૨૨ની વર્લ્ડ કપ ટીમમાં સામેલ મોહમ્મદ હારિસ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ વસીમ જુનિયર, આસિફ અલી, મોહમ્મદ નવાઝ, હૈદર અલી, ખુશદિલ શાહ અને શાન મસૂદ સહિતના આઠ ખેલાડીઓને આ વખતે વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.
અબરાર અહમદ, આઝમ ખાન, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, સૅમ અયુબ અને ઉસ્માન ખાન પહેલી વખત T20 વર્લ્ડ કપ રમતા જોવા મળશે.
ADVERTISEMENT
પાકિસ્તાની વર્લ્ડ કપ ટીમ ઃ બાબર આઝમ (કૅપ્ટન), અબરાર અહમદ, આઝમ ખાન, ફખર જમાન, હારિસ રઉફ, ઇફ્તિખાર અહમદ, ઇમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ આમિર, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, સૅમ અયુબ, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી, ઉસ્માન ખાન.

