બૅન્ગલોર અને ગુજરાતને માત આપીને પૉઇન્ટ ટેબલમાં ટૉપમાં બિરાજમાન છે,
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે ડબલ-હેડરમાં પ્રથમ જંગ અમદાવાદમાં ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે છે અને ત્યાર બાદ સાંજે વિશાખાપટ્ટનમમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈનો જંગ સ્ટ્રગલિંગ દિલ્હી સામે છે. આ સીઝનમાં યજમાનોનો દબદબો જોવા મળી રહ્યો છે, પણ આજે બન્ને યજમાનો ગુજરાત અને દિલ્હી સામે રાહ આસાન નહીં હોય. ચેન્નઈએ નવા કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ સાથે પણ ગયા વર્ષનું ફૉર્મ જાળવી રાખતાં પ્રથમ બન્ને બૅન્ગલોર અને ગુજરાતને માત આપીને પૉઇન્ટ ટેબલમાં ટૉપમાં બિરાજમાન છે, જ્યારે દિલ્હી બન્ને (પંજાબ અને રાજસ્થાન) મૅચમાં કોઈ દમ નથી બતાવી શક્યું અને જીતનું ખાતું ખોલ્યા વિના આઠમા નંબરે છે. બીજી તરફ વિદેશી ખેલાડીઓ (એઇડન માર્કરમ, ટ્રેવિસ હેડ અને હેન્રિક ક્લાસેન) ફૉર્મને લીધે હૈદરાબાદ આ વખતે વધુ જોશીલું લાગી રહ્યું છે. પ્રથમ મૅચમાં કલકત્તા સામે માત્ર ચાર રનથી વિજયથી વંચિત રહ્યા બાદ બીજી મૅચમાં મુંબઈ સામે રેકૉર્ડબ્રેક સ્કોર બનાવ્યા બાદ ૩૧ રનથી જીત મેળવી હતી. જ્યારે ગુજરાત પ્રથમ મૅચમાં મુંબઈને ૬ રને હરાવ્યા બાદ ચેન્નઈ સામે ૬૩ રને હારી ગયું હતું.

