Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટીમ ઇન્ડિયા ઊપડી અમેરિકા

ટીમ ઇન્ડિયા ઊપડી અમેરિકા

26 May, 2024 08:36 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ ઍરપોર્ટથી T20 વર્લ્ડ કપ માટે રવાના થયા ભારતીય ક્રિકેટરો

ભારતીય ટીમ

ભારતીય ટીમ


૧ જૂનથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં શરૂ થનારા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમનો પહેલો બૅચ રવાના થયો છે. ગઈ કાલે રાત્રે ૯ વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી કૅપ્ટન રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા, રિષભ પંત, શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ, કુલદીપ સિંહ, અર્શદીપ સિંહ અને ખલીલ અહમદની સાથે હેડ કોચ રાહુલ દ્રવિડ સહિતનો કોચિંગ સ્ટાફ અમેરિકા જવા રવાના થયો હતો. IPL પ્લેઑફમાં વ્યસ્ત રહેલા વિરાટ કોહલી, સંજુ સૅમસન, યશસ્વી જાયસવાલ સહિતના ખેલાડીઓનો બીજો બૅચ આવનારા સમયમાં વર્લ્ડ કપ માટે રવાના થશે. 

ગૌતમ ગંભીરે અને મહેન્દ્ર સિંહ ધોનીએ કર્યું મતદાન




ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર્સ ગૌતમ ગંભીર અને મહેન્દ્ર સિંહ ધોનીએ નૅશનલ ડ્યુટી નિભાવતાં ગઈ કાલે લોકસભાના છઠ્ઠા તબક્કાના મતદાનમાં ભાગ લીધો હતો.


BJPના સંસદસભ્ય ગૌતમ ગંભીરે દિલ્હીના રાજિન્દર નગરમાં, જ્યારે ધોનીએ રાંચીમાં વોટિંગ કર્યું હતું. પત્ની સાક્ષી અને માતા-પિતા સાથે પોલિંગ-બૂથ પર પહોંચેલા ધોનીની એક ઝલક મેળવવા ભારે ભીડ ઊમટી હતી.

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2024 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK