વિરાટ કોહલીએ આ પહેલાં પાકિસ્તાન સામે ૪ વખત ૫૦ પ્લસ રન કર્યા હતા
કોહલી
T20 ઇન્ટરનૅશનલમાં પાકિસ્તાન સામે ૪૦૦ પ્લસ રન ફટકાનાર એકમાત્ર ભારતીય સ્ટાર ખેલાડી વિરાટ કોહલી હાઈ-વૉલ્ટેજ મૅચમાં ફ્લૉપ ગયો હતો. આયરલૅન્ડ સામે એક રને આઉટ થનાર વિરાટ કોહલી પાકિસ્તાન સામે ૪ રને કૅચઆઉટ થયો હતો. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે પહેલી વખત વિરાટ કોહલી સિંગલ ડિજિટમાં આઉટ થયો છે. T20 વર્લ્ડ કપમાં છઠ્ઠી વખત પાકિસ્તાન સામે મૅચ રમી રહેલા વિરાટ કોહલીએ આ પહેલાં પાકિસ્તાન સામે ૪ વખત ૫૦ પ્લસ રન કર્યા હતા. IPL 2024નો ટૉપસ્કોરર વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં ભારત સામે સૌથી વધારે રન ફટકારશે એવી આશા ફૅન્સ રાખી રહ્યા હતા.
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન
સામે વિરાટ કોહલીનું પ્રદર્શન
૨૦૧૨ ૭૮* રન
૨૦૧૪ ૩૬* રન
૨૦૧૬ ૫૫* રન
૨૦૨૧ ૫૭ રન
૨૦૨૨ ૮૨* રન
૨૦૨૪ ૪ રન

