મુંબઈમાં જન્મેલો અને હાલ અમેરિકામાં સ્થાયી સૌરભ ક્રિકેટરની સાથે સૉફ્ટવેર એન્જિનિયર પણ છે
T20 World Cup
સૌરભ નેત્રાવળકર
ગુરુવારે પાકિસ્તાન-અમેરિકાની મૅચમાં સુપર ઓવર ભારે રોમાંચક રહી હતી. સુપર ઓવર બાદ અમેરિકાની જીતમાં મૂળ મુંબઈના વતની સૌરભ નેત્રાવળકરની મહત્ત્વની ભૂમિકા રહી હતી. સુપર ઓવરમાં પહેલાં અમેરિકાએ ૧૮ રન કર્યા હતા, જ્યારે સૌરભની ચુસ્ત બોલિંગને કારણે પાકિસ્તાન માત્ર ૧૩ રન કરી શક્યું હતું.
મુંબઈમાં જન્મેલો અને હાલ અમેરિકામાં સ્થાયી સૌરભ ક્રિકેટરની સાથે સૉફ્ટવેર એન્જિનિયર પણ છે. હાલ તે ઑરેકલમાં જૉબ કરે છે. કોડિંગમાં એક્સપર્ટ સૌરભે પોતાની ક્રિકેટ-ઍપ પણ બનાવી છે. ના, વાત અહીં અટકતી નથી. સૌરભ નેત્રાવળકર સારો સિંગર પણ છે. ૩૨ વર્ષનો સૌરભ ૨૦૧૦માં અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ભારત તરફથી રમી ચૂક્યો છે તથા મુંબઈ માટે રણજી ટ્રોફીમાં પણ રમ્યો હતો. ડૅલસમાં પાકિસ્તાન સામેની જીત બાદ સૌરભ નેત્રાવળકર ક્રિકેટની દુનિયાનો નવો સ્ટાર બન્યો છે.