પાકિસ્તાની ખેલાડીઓ કોઈ ને કોઈ રીતે વિવાદિત હરકતો કરતા રહે છે
ફાઇલ તસવીર
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એના ખેલાડીઓ દરેક ટુર્નામેન્ટ દરમ્યાન વિવાદોથી ઘેરાયેલા રહે છે. પાકિસ્તાની ખેલાડીઓ કોઈ ને કોઈ રીતે વિવાદિત હરકતો કરતા રહે છે. હવે T20 વર્લ્ડ કપ 2024માં તેમના અભિયાનની શરૂઆત પહેલાં પાકિસ્તાની ટીમે અમેરિકામાં ‘પ્રાઇવેટ ડિનર’નું આયોજન કર્યું હતું. તેમણે આ પાર્ટીમાં ફૅન્સને પણ આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાની ટીમે આ પ્રાઇવેટ ડિનર માટે ફૅન્સ પાસેથી ૨૫ અમેરિકન ડૉલર એટલે કે ૨૦૮૫ રૂપિયાની એન્ટ્રી-ફી લીધી હતી. આ ઘટનાથી પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતો સહિત ઘણા ફૅન્સ નારાજ થયા હતા.

