ICC દ્વારા આયોજિત એક ફોટોશૂટમાં હિટમૅન રોહિત શર્માની સાથે ભારતીય હેડ કોચ રાહુલ દ્રવિડ પણ મેદાન અને પિચને સમજવા માટે પહોંચ્યો હતો
ભારતીય કૅપ્ટન રોહિત શર્મા T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે
ગઈ કાલે અમેરિકાના ન્યુ યૉર્કમાં બનેલા નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય કૅપ્ટન રોહિત શર્મા T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે જોવા મળ્યો હતો. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આયોજિત એક ફોટોશૂટમાં હિટમૅન રોહિત શર્માની સાથે ભારતીય હેડ કોચ રાહુલ દ્રવિડ પણ મેદાન અને પિચને સમજવા માટે પહોંચ્યો હતો.
રોહિત શર્માએ ICCને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અમે પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, કારણ કે અમે અહીં પહેલા રમ્યા નથી. અમે પાંચમી જૂને પ્રથમ મૅચ પહેલાં પરિસ્થિતિને અનુરૂપ બનવાનો પ્રયાસ કરીશું. મેદાન અને પિચનો અનુભવ મેળવવા ઉપરાંત અમે અહીં લય મેળવવાનો પ્રયાસ કરીશું. આ ખુલ્લા મેદાનવાળા સ્ટેડિયમ ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. મને ખાતરી છે કે તમામ ટીમોની મૅચ જોવા માટે દર્શકો મોટી સંખ્યામાં અહીં આવશે.’

