મૅચ રદ થતાં બન્ને ટીમને ૧-૧ પૉઇન્ટ મળ્યો
ગઈ કાલે ભારત-કૅનેડાની મૅચ જોવા ટ્રેડિશનલ ગુજરાતી પરિધાનમાં આવેલા દર્શકોનો ઉત્સાહ જોકે અકબંધ હતો
ગઈ કાલે ફ્લૉરિડામાં ગ્રુપ Aની ટીમ ભારત અને કૅનેડા વચ્ચે અંતિમ ગ્રુપ સ્ટેજ મૅચ હતી, પણ વરસાદને કારણે આ મૅચનો ટૉસ પણ થઈ શક્યો નહોતો. અમ્પાયર્સે ભારતીય સમય અનુસાર સાંજે ૮ અને ૯ વાગ્યે મેદાનનું નિરીક્ષણ કર્યું હતું, પણ વરસાદને કારણે મેદાન એવું ધોવાઈ ગયું હતું કે મૅચ શક્ય ન બની. મૅચ રદ થતાં બન્ને ટીમને ૧-૧ પૉઇન્ટ મળ્યો. પહેલેથી જ ગ્રુપ Aમાંથી
સુપર-એઇટમાં પહોંચેલી ભારતીય ટીમે ૭ પૉઇન્ટ સાથે ગ્રુપ સ્ટેજ રાઉન્ડ પૂરો કર્યો છે, જ્યારે પહેલી વખત T20 વર્લ્ડ કપ રમનાર કૅનેડા (૩ પૉઇન્ટ)એ માત્ર એક જીત સાથે વિદાય લીધી છે.
ભારતીય ટીમનું સુપર-એઇટનું શેડ્યુલ
૨૦ જૂન અફઘાનિસ્તાન વિરુદ્ધ, રાતે ૮ વાગ્યે
૨૨ જૂન બંગલાદેશ/નેધરલૅન્ડ્સ વિરુદ્ધ, રાતે ૮ વાગ્યે
૨૪ જૂન ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ, રાતે ૮ વાગ્યે

