Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્રિકેટમાં પણ નીતીશ કુમાર ‘કિંગમેકર’

ક્રિકેટમાં પણ નીતીશ કુમાર ‘કિંગમેકર’

08 June, 2024 08:50 AM IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાન સામેની મૅચમાં અમેરિકાની જીતમાં નીતીશે છેલ્લી ઓવરમાં ફટકારેલો ચોગ્ગો નિર્ણાયક બન્યો : બિહારના ‘પલ્ટુરામ’ની જેમ ક્રિકેટનો નીતીશ કુમાર પણ કૅનેડાની ટીમમાંથી પલટી મારીને અમેરિકાની ટીમમાં સામેલ થયો છે

નીતીશ કુમાર

T20 World Cup

નીતીશ કુમાર


લોકસભાની ચૂંટણીમાં મતગણતરીની છેલ્લી ‘ઓવર’ પછી જેમ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારનું કદ વધી ગયું છે એમ જ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મૅચમાં પણ છેલ્લી ઓવરમાં અમેરિકાની ટીમના નીતીશ કુમારની બૅટિંગ નિર્ણાયક બની હતી. મૅચની છેલ્લી ઓવરમાં નીતીશના ચોગ્ગાને કારણે અમેરિકાનો સ્કોર પાકિસ્તાન જેટલો એટલે કે ૧૫૯ થયો હતો. એ પછી મૅચ સુપર ઓવરમાં ગઈ હતી. જો નીતીશે ચોગ્ગો માર્યો ન હોત તો અમેરિકા જીતી શક્યું ન હોત. બાદમાં સુપર ઓવરમાં ૧૮ રન કરનાર અમેરિકા જીતી ગયું હતું.


રસપ્રદ વાત એ છે કે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે ઇલેક્શન પહેલાં ‘ઇન્ડિયા’ ગઠબંધન છોડીને BJP સાથે હાથ મિલાવ્યા હતા. ક્રિકેટના નીતીશ કુમારે પણ વર્લ્ડ કપ પહેલાં ‘પાર્ટી’ બદલી નાખી હતી. નીતીશ અગાઉ કૅનેડાની ટીમમાં હતો, પણ બાદમાં તે અમેરિકાની ટીમમાં જોડાઈ ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2024 08:50 AM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK